આઝમ ખાનના વિવાદિત નિવેદનને મળ્યું માંઝીનું સમર્થન, કહ્યું- 'માતા પુત્રને Kiss કરે તો સેક્સ કહેવાય?'

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન હાલ પોતાના નિવેદનોને લઈને ચારેબાજુથી ઘેરાયેલા છે. સદનમાં સાંસદ રમાદેવી પર કરેલી આપત્તિજનક ટિપ્પણી બાદ ભાજપ સહિત અનેક પક્ષોના સાંસદો સતત તેમને બરખાસ્ત કરવાની માગણી કરી રહ્યાં છે.

આઝમ ખાનના વિવાદિત નિવેદનને મળ્યું માંઝીનું સમર્થન, કહ્યું- 'માતા પુત્રને Kiss કરે તો સેક્સ કહેવાય?'

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન હાલ પોતાના નિવેદનોને લઈને ચારેબાજુથી ઘેરાયેલા છે. સદનમાં સાંસદ રમાદેવી પર કરેલી આપત્તિજનક ટિપ્પણી બાદ ભાજપ સહિત અનેક પક્ષોના સાંસદો સતત તેમને બરખાસ્ત કરવાની માગણી કરી રહ્યાં છે. આ સાથે જ રમા દેવી પાસે માફી માંગવાની પણ માગ કરી છે. પરંતુ અહીં તો બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી આઝમ ખાનના સમર્થનમાં ઉતરી ગયા છે. 

જીતનરામ માંઝીએ આઝમખાનની વિવાદિત ટીપ્પણી પર તેમનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે આઝમ ખાને કોઈ પણ પ્રકારે વિવાદાસ્પદ વાત કરી નથી. તેમની વાતનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. 

— ANI (@ANI) July 28, 2019

તેમણે સવાલ કરતા કહ્યું કે શું જ્યારે એક પુત્ર તેની માતાને ચૂમે છે તો તે સેક્સ છે? કે પછી માતા પુત્રને ચૂમે તો તે સેક્સ કહેવાય? એ જ રીતે આઝમ ખાનનું કહેવું પણ એ જ પ્રકારનું હતું અને તે ભાવ હતો. પરંતુ તેનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. 

જુઓ LIVE TV

માંઝીએ કહ્યું કે આઝમ ખાનનો ભાવ એ નથી. તેમની વાતને ખોટા દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહી છે. માંઝીએ કહ્યું કે આઝમ ખાને રમા દેવીને બહેન કહી છે. જો તેમને ઠેસ પહોંચી હોય તો આઝમ ખાને માફી માંગવી જોઈએ. પરંતુ તેમણે રાજીનામું આપવું જોઈએ નહીં. 

આ બાજુ માંઝીના આઝમ ખાનને સમર્થન બાદ રાજકારણ ગરમાયું છે. કારણ કે આઝમ ખાનના નિવેદનની આરજેડીથી લઈને બીએસપી, ટીએમસીના નેતાઓ આકરી ટીકા કરી ચૂક્યા છે. રાબડી દેવીએ પણ આ નિવેદનની ટીકા કરી હતી. પરંતુ આરજેડીના સહયોગી પક્ષના નેતા માંઝીએ હવે આઝમ ખાનના નિવેદનોનું સમર્થન કરીને નવો રાજકીય બખેડો ઊભો કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news